Posts of ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚
નસીબનો જ ખેલ હોય તો અંત સુધી રમી લઈએ, ઝખ્મો તો ઠીક છે હૃદયમાંથી રક્ત કાઢી જોઈએ ! નજરમાં ફેલાયું ક્ષિતિજ પાર એકલતાનું રણ, જુનુનને ખબર પડે એમ ઉન્માદ વધારી જોઈએ ! દિલની હસરતોને ભયના અંજામથી બર્બાદ ન કર, સામે મોત આવે તો મોતને પણ પડકારી જોઈએ ! કેવી મેહફીલની રોનક, ને કેવો આરામ આ દિલને, ફના જ થવું છે તો પરિધાન કફનને જ કરી જોઈએ ! મારી “પરમ” સફર, ને આ “પાગલ”પન પણ મારું છે, આખરી શ્વાસ સુધી આપણે યાત્રા ચાલુ રાખી જોઈએ ! ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ) - સુરત
Open in Telegramહું તણખલાંના સહારે તરીને આવ્યો છું જાલિમ, આ જહાજોના કાફિલા તો મને કિનારે આવીને મળ્યા છે.
Open in Telegramભેરુ માનો તો સદા ભેળું રેવાનું, માપી માપીને મિત્રતા નઈ કરવાની..! જરૂર પડે માથું દઈ દેવાનું, પણ મિત્રતામાં પાછી પાની નઈ કરવાની..!
Open in Telegramએક દિવસનું ચોમાસું ને, ઓગણત્રીસ દિવસનો બાફ, તોય તું વરસ્યો એ વાતે, જા તારા બધાય ગુના માફ !!
Open in Telegramરાત્રે આખા ગામમાં હો હો થઈ ગઈ કે ધરતી ઉપર બે ચાંદ નીકળ્યા છે, તારે ધાબા પર જવાની જ શું જરૂર હતી ?
Open in Telegramછુપાવીને રાખજે તારો ઘાટો રંગ મેંદીનો હું આયા આખા ગામને કઈ ને ફરું છું કે “ના ના મને હવે કાંઈ નથી ” હું ક્યાંક ખોટો પડીશ૰ ~સફર
Open in Telegramજય જય ગરવી ગુજરાત! ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત. ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ... #GujaratFoundationDay
Open in Telegram