Посты канала ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚
નસીબનો જ ખેલ હોય તો અંત સુધી રમી લઈએ, ઝખ્મો તો ઠીક છે હૃદયમાંથી રક્ત કાઢી જોઈએ ! નજરમાં ફેલાયું ક્ષિતિજ પાર એકલતાનું રણ, જુનુનને ખબર પડે એમ ઉન્માદ વધારી જોઈએ ! દિલની હસરતોને ભયના અંજામથી બર્બાદ ન કર, સામે મોત આવે તો મોતને પણ પડકારી જોઈએ ! કેવી મેહફીલની રોનક, ને કેવો આરામ આ દિલને, ફના જ થવું છે તો પરિધાન કફનને જ કરી જોઈએ ! મારી “પરમ” સફર, ને આ “પાગલ”પન પણ મારું છે, આખરી શ્વાસ સુધી આપણે યાત્રા ચાલુ રાખી જોઈએ ! ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ) - સુરત
Открыть в Telegramહું તણખલાંના સહારે તરીને આવ્યો છું જાલિમ, આ જહાજોના કાફિલા તો મને કિનારે આવીને મળ્યા છે.
Открыть в Telegramભેરુ માનો તો સદા ભેળું રેવાનું, માપી માપીને મિત્રતા નઈ કરવાની..! જરૂર પડે માથું દઈ દેવાનું, પણ મિત્રતામાં પાછી પાની નઈ કરવાની..!
Открыть в Telegramએક દિવસનું ચોમાસું ને, ઓગણત્રીસ દિવસનો બાફ, તોય તું વરસ્યો એ વાતે, જા તારા બધાય ગુના માફ !!
Открыть в Telegramરાત્રે આખા ગામમાં હો હો થઈ ગઈ કે ધરતી ઉપર બે ચાંદ નીકળ્યા છે, તારે ધાબા પર જવાની જ શું જરૂર હતી ?
Открыть в Telegramછુપાવીને રાખજે તારો ઘાટો રંગ મેંદીનો હું આયા આખા ગામને કઈ ને ફરું છું કે “ના ના મને હવે કાંઈ નથી ” હું ક્યાંક ખોટો પડીશ૰ ~સફર
Открыть в Telegramજય જય ગરવી ગુજરાત! ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત. ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ... #GujaratFoundationDay
Открыть в Telegram