Posts of Dr.Dhaval Savaliya: DHYEY Co-founder and Director
" દરેકના મન મસ્તિષ્કમાં શેતાન અને દેવ એમ બંને હોય છે. માણસે નક્કી કરવાનું છે કે શેતાનને પોષવું કે દેવત્વને...... " #copyright ( સાધ્યમ પારસમણિ ) લિ. ડો ધવલ સાવલિયા
Open in TelegramForwarded from Akash Patel
નમસ્કાર, મિત્રો CCE ગ્રુપ A ની મુખ્ય પરીક્ષામાં સામાન્ય અભ્યાસનું પેપર પૂરું કરવુ દરેક વિદ્યાર્થીને મુશ્કેલ બની રહ્યું છે. તો હવે આ પ્રશ્નના ઉકેલ માટે શું કરી શકાય? સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય અભ્યાસના વિવિધ વિષયોના વિચારો ઝડપી બહાર આવે અને લખી શકાય તે માટે વારંવાર તેનું રિવિઝન થયેલું હોય અને રિવિઝન માટે ટૂંકમાં નોટ બનાવેલી હોવી જોઈએ. પરંતુ તેટલો સમય જ નથી તો શું કરી શકાય? આટલા ઓછા સમયમાં અમારા મંતવ્ય મુજબ પાંચ અને ત્રણ માર્કસના પ્રશ્નો સૌપ્રથમ લખવા જોઈએ. તે માટે ચોક્કસ સમય નિર્ધારિત કરી લેવો જોઈએ અને તેમાં જરા પણ છૂટછાટ લેવી જોઈએ નહીં. જે પ્રશ્ન સારો આવડે છે તેમાં વધુ સમય અપાઈ ન જાય અને જે નથી આવડતો તે સાવ છૂટી ન જાય એટલે મધ્યમ માર્ગ જ તેનો ઉકેલ છે. પેપરમાં સૌપ્રથમ 5 માર્ક્સના પ્રશ્નો 45 મિનિટમાં, 3 ત્રણ માર્કસના પ્રશ્નો 1hr 40 મિનિટમાં (3.33 મિનિટ માં 1 પ્રશ્ન) અને ત્યારબાદ 2 અને અંતે 1 માર્કના પ્રશ્નો કુલ 35 મિનિટમાં લખવા જોઈએ. 1 અને 2 માર્ક્સના જવાબ ખાસ To the Point જ લખો. જેમાં સમય વધુ લાગી જાય છે અને પાછળથી સમય ખૂટે છે અને વધું માર્કસ પણ મળતા નથી. બીજો પ્રશ્ન કે "જે પ્રશ્ન ન આવડે તેમાં શું કરવું?" જે પ્રશ્ન સાવ નથી આવડતો તેના મહત્વના શબ્દને પકડી તેનું તર્કબધ્ધ અર્થઘટન કરવા પ્રયાસ કરો. વધુમાં તે અભ્યાસક્રમના કયા વિષય અને તે વિષયના કયા સબ ટોપીક માંથી પૂછેલ છે તેનો અંદાજ લગાવો. અને તેને લગતા મહત્વના વિવિધ પાસાઓ આવરી જવાબ લખવા પ્રયત્ન કરો. આવા જવાબમાં ત્રણ થી ચાર જ મુદ્દા લખવા. એટલે અભ્યાસક્રમના દરેક ટોપિક યાદ રાખશો. ત્રીજો પ્રશ્ન કે કઈ રીતે વધુ માર્કસ લાવવા? મિત્રો સારું મૂલ્યાંકન થાય તો ગુણવત્તાની તપાસ થાય જ. જેથી પ્રશ્નને વાંચી તેના અંતે શું પૂછ્યું છે તે ખાસ જુઓ; જેમ કે ચર્ચા કરો, મૂલ્યાંકન કરો, ટિપ્પણી કરો વગેરે. તે શબ્દ નીચે અન્ડરલાઇન કર્યા બાદ જવાબ લખશો જેથી મુખ્ય માંગને સંતોષી શકાય. તદુપરાંત આપના જવાબમાં મહત્વના કી-વર્ડ્સ લખી તેની નીચે અન્ડરલાઇન કરવાનો આગ્રહ રાખો. શરૂઆતની પ્રથમ લાઈન અને સૌથી અંતિમ લાઈન છોડી દેવી જોઈએ. પોઇન્ટ વાઈઝ જવાબ લખો ફકરા પાડીને નહીં. વધુમાં જ્યાં શક્ય લાગે ત્યાં સ્કીમેટિક ડાયાગ્રામ વડે જવાબ લખવો જોઈએ. જેથી ઓછા શબ્દોમાં જરૂર મુજબની જ માહિતી આપી શકીએ. હેડિંગ સબહેડિંગ મેથડમાં સબ હેડિંગ નીચે કંઈ લખવું નહીં. એટલે કે તેની નીચેની અડધી લાઈન છોડ્યા બાદ લખાણ શરૂ કરો જેથી તે તપાસનારને સ્પષ્ટ દેખાય. ટૂંકમાં તમારું લખાણ જોઈને તપાસનારને વાંચવાનું મન થાય તેવું પ્રેઝન્ટેશન કરશો. જનરલાઇઝ કરેલી લાઈનો જવાબમાં લખવાનું ટાળો. ઉદા. શોષણ વિરોધી બંધારણીય અધિકારો નીચે પ્રમાણે છે. તેના બદલે "બંધારણીય અધિકાર" શબ્દ જ લખો. ઓછા શબ્દોમાં પ્રશ્નની જરૂરિયાતને સંતોષવાની પદ્ધતિ અપનાવશો. વધુ શબ્દો લખવા કરતા ગુણવત્તા યુક્ત શબ્દો અને શબ્દ મર્યાદામાં જવાબ લખશો, માર્ક્સ મળશે જ. સાધ્યમ એકેડેમીની ટેસ્ટ સીરીઝના વિદ્યાર્થીઓએ સમય મર્યાદામાં જ લખેલા કેટલાક સારા જવાબો નીચે મુકું છું. જેનો અભ્યાસ કરશો અને તે પ્રમાણે પ્રયત્ન કરશો. આશા રાખું કે આપ સૌને ઉપરોક્ત માર્ગદર્શન મદદરૂપ બને. લી. ડૉ ધવલ સાવલિયા અને આકાશ પટેલ સર.
Open in Telegramદરેક નવનિયુક્ત અધિકારીની નૈતિક જવાબદારી છે કે, તે જે તે એકેડમીને સ્પષ્ટતા કરવા કહેવું જોઈએ કે આપ અમારો ફોટો છાપો છો, તો તેમાં સ્પષ્ટતા કરે કે તમે ત્યાંથી ફાઉન્ડેશન ક્લાસ કર્યા છે? કે આન્સર રાઈટિંગ કર્યું છે? કે પછી માત્ર ઇન્ટરવ્યૂમાં સંવાદ જ કર્યો છે? તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરે. કારણ : (1) વિદ્યાર્થીમિત્રો બનેલ નવનિયુક્ત અધિકારીઓને પોતાનો પ્રેરણા સ્ત્રોત માનતા હોય છે. (2) તમારા અનુભવને તેઓ પોતાની તૈયારીમાં અનુસરતા હોય છે. (3) કદાચ આપે સ્વ રીતે તૈયારી કરી હોય, તો નિસંકોચ રીતે વિદ્યાર્થીને કોચિંગ વગર કેમ તૈયારી કરાય તે પણ જણાવવું જોઈએ. જેથી જે વિદ્યાર્થીમિત્રો કોચિંગ વગર સ્વ રીતે તૈયારી કરવા માંગે છે તેને એક રસ્તો મળે. આપ ઉત્તમ વિદ્યાર્થી હશો, એટલે જ ભગવાને તમને આશીર્વાદ આપી અધિકારી પદ માટે સક્ષમ બનાવ્યા છે. વિદ્યાર્થી સમુદાયને તમારી તૈયારી અને ઉપલબ્ધિ વિશે સ્પષ્ટ અને પારદર્શી માહિતી મળે તે માટે ફોટો નીચે આપે કોચિંગ ક્લાસ માંથી ફાઉન્ડેશન, વર્ણનાત્મક કે ઇન્ટરવ્યૂની તૈયારી કરી હતી તે વિશે માહિતી લખવા કોચિંગ જગતને વિનંતી કરવી જોઈએ... ( સાધ્યમ પારસમણિ ) લિ. ડો ધવલ સાવલિયા
Open in TelegramOctober 2026 CCE Group A Mains 1.0 1. તાજેતરમાં શરૂ કરેલ ભારત ઔદ્યોગિક વિકાસ યોજના - BHAVYA અંગે ટૂંકમાં જણાવો. 2. તાજેતરમાં યોજાયેલ 57 મી જીએસટી કાઉન્સિલના મહત્વના તારણો વર્ણવો. 3. મેક ઇન ઇન્ડિયા પહેલની સફળતાઓ અંગે ટૂંકમાં ચર્ચા કરો. 4. UNSC નાં વીટો પાવરમાં સુધારણાની આવશ્યકતા કેમ જણાય છે? 5. વૈશ્વિક/ભારતમાં જળવાયુ પરિવર્તનની ઘટનાનો વેગ અટકાવવા કયા પગલાં આવશ્યક છે? 6. સુપર અલનીનો એટલે શું? તેની ભારતીય અબોહવા ઉપરની અસરો વર્ણવો. 7. PM E-DRIVE પહેલ અંગે ટૂંકમાં વર્ણવો. 8. કૃષિ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગીતા લખો. 9. તાજેતરમાં ચર્ચામાં રહેલ સેંગોલ (Sengol) શાનું પ્રતીક છે? 10. તાજેતરમાં શાંતિ માટે નોબલ પ્રાઈઝ કોને અને શા માટે એનાયત કરેલ છે? 11. કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ એટલે શું? 12. તાજેતરમાં મળેલ મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયો અને તેની અસરો અંગે ચર્ચા કરો.
Open in Telegram" વાવેતર કરનારને ખબર જ છે,કે પાક કેવો આવવાનો છે. બીજ ખરાબ હશે તો પાક ખરાબ આવશે , બીજ સારું હશે તો પાક સારો આવશે . " એમ કર્મનું વાવેતર ખરાબ હશે,તો ફળ ખરાબ આવશે,કર્મનું વાવેતર સારું હશે, તો ફળ સારું મળશે. કર્મ કરનારને ખબર જ હોય છે કે કર્મનું વાવેતર કેવું કરી રહ્યો છે!!!!!! #copyright ( સાધ્યમ પારસમણિ ) લિ. ડો ધવલ સાવલિયા
Open in Telegramતમામ કોર્સિસ ઉપર 40% ઓફર [આજથી 6 નવેમ્બરથી 12નવેમ્બર સુધી ] Code: 👇🏻 2DIPOBHAV (1) પરીક્ષા સ્તર અને સ્પર્ધા જટિલ બનતી જાય છે. (2) જો આપને કોચિંગની જરૂર હોય તો આપ અમારી સાથે જોડાઈ શકો છો (3) ડોક્ટર ધવલ સરની મેન્ટરશિપ હેઠળ આપ વિષય વાઈઝ અથવા જીપીએસસી ક્લાસ વન ટુ, પીએસઆઇ, સીસીઈની તૈયારી કરી શકો છો Dhaval sir's Dr 3 કોર્સ 👇 https://sadhyamdigital.classx.co.in/new-courses/48 DHAVAL sir geography 👇🏻 https://sadhyamdigital.classx.co.in/new-courses/32 Dhaval sir polity 👇🏻 https://sadhyamdigital.classx.co.in/new-courses/47 DHAVAL sir culture 👇🏻 https://sadhyamdigital.classx.co.in/new-courses/26 Get full GPSC Class 1/2 & Super Class - 3 Course from Sadhyam Digital Now. Link - https://sadhyamdigital.classx.co.in/new-courses/5
Open in Telegramhttps://youtu.be/j_pxvuk-0qs?si=LILkdqt5HOD2NlF1 સહભાગી બનવા અને બનાવવા વિનંતી....જ્ઞાન અને કન્ટેન્ટનો દરિયો સરળ અને સુગમ બનાવી આપીશુ .. સ્ટ્રેસ ફ્રી તૈયારી....સાધ્યમ સાથે તૈયારી....
Open in Telegramhttps://t.me/DrDhavalsavaliya/2778 Answers of CCE group-A Current Affairs.pdf 👇👇👇👇 https://t.me/DrDhavalsavaliya/2778 ❇️ August 2026 Current Affairs CCE Mains Group A 1. તાજેતરમાં મંજુર થયેલ SHANTI અધિનિયમ ભારતની ન્યુક્લિયર ઉર્જા ક્ષમતા વિકાસ માટે મહત્વનો છે. સમજાવો. 2. વિકસિત ભારત બનાવવા તાજેતરમાં રજૂ કરેલ સપ્તધારાના માપદંડો જણાવો. 3. જાહેર પરીક્ષા સુધારણા અધિનિયમ 2026 ની વિશેષતા લખો. 4. કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન માટેના કારણો અને જવાબદાર સરકારની નીતિઓ જણાવો. 5. વર્તમાનમાં ભારતે અપનાવેલ મુક્ત વેપાર કરારની નીતિઓનું મૂલ્યાંકન કરો. 6. અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી ભારતીય અવકાશ ક્ષેત્રમાં જોવા મળતા પરિવર્તનનું મૂલ્યાંકન કરો. 7. તાજેતરમાં ગુજરાત સેમિકન્ડક્ટરના હબ તરીકે ઉભરી આવી રહ્યું છે. તેની પાછળના કારણોની સમીક્ષા કરો. 8. VB-G RAM G યોજના MGNREGA કરતા ગ્રામીણ બેરોજગારી નાબૂદ કરવામાં મહત્વતા જણાવો. 9. તાજેતરમાં હાથ ધરાયેલ વસ્તી ગણતરી 2027ની વિશેષતાઓ જણાવો. 10. સાપુતારા મોનસુન ફેસ્ટિવલ 2026 ની વિશેષતાઓ લખો. 11. SDG 2026 ના અહેવાલનું મૂલ્યાંકન કરો. 12. તાજેતરમાં નીતિ આયોગ વડે રજુ કરેલ ફીસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026 ના તારણો જણાવો. ❇️ July 2026 Current Affairs CCE Mains Group A 1. નીતિ આયોગ દ્વારા તાજેતરમાં રજૂ કરેલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સ 2026ના મહત્વના માપદંડો લખો. 2. શાંતિપૂર્વક વિરોધ કરવાના બંધારણીય અધિકારનું મૂલ્યાંકન લખો. 3. વારંવાર માનવ અને વન્યજીવો વચ્ચે થતા સંઘર્ષને અટકાવવા માટે ટેકનોલોજીની ઉપયોગીતા જણાવો. 4. ગુજરાતી નવી ઔદ્યોગિક નીતિ 2026 રોકાણ અને રોજગારીનું સર્જન કરવા માટે સક્ષમ છે. વિધાન સ્પષ્ટ કરો. 5. તાજેતરમાં સમાચારમાં જોવા મળતી સૌદાગીરી પ્રિન્ટની વિશેષતાઓ જણાવો. ❇️ June 2026 Current Affairs CCE Mains Group A 1. સીમાંકન એટલે શું? તેની પ્રક્રિયા ટૂંકમાં લખો. 2. ન્યાયિત સ્વતંત્રતા સાથે ન્યાયિક સંયમ/ઉત્તરદાયિત્વ આવશ્યક છે. વર્તમાન ઉદાહરણ સાથે ચર્ચા કરો. 3. આર્થિક માપદંડોના માપન માટે આધાર વર્ષનું મહત્વ ઉદાહરણ સહિત વર્ણવો. 4. WPI Vs CPI નવા આધાર વર્ષ સંદર્ભે તફાવત જણાવો. 5. G7 ના સભ્યો જણાવો અને તેની અંતિમ બેઠક ક્યાં યોજાઈ તે જણાવો? 6. કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ એટલે શું? 7. વિશ્વ પર્યાવરણ દિવસ/આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ની થીમ લખો. 8. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6.0 ના મહત્વના તારણો જણાવો. 9. ટેરિફ વોર એટલે શું? તેની વૈશ્વિક અર્થ વ્યવસ્થા ઉપરની અસરો લખો. 10. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓપરેશન મ્યુલ હન્ટનો/ઓપરેશન ડેલ્ટા હન્ટનો ઉદ્દેશ જણાવો. ❇️ May 2026 Current Affairs CCE Mains Group A 1. "જન સુરક્ષા યોજના" અંગે માહિતી આપો. 2. OPEC પ્લસ શું છે? તેની વર્તમાન સમયમાં યથાર્થતા ચકાસો. 3. PM Mitra પાર્ક યોજના અંગે ટૂંકમાં માહિતી આપો. 4. તાજેતરમાં ચર્ચામાં રહેલ "લાઈટ હાઉસ પ્રોજેક્ટ" અંગે જણાવો. 5. ગુજરાતમાં શરૂ કરેલ ઓપરેશન મિલાપ/ અટલવાડી યોજનાનો ઉદ્દેશ જણાવો. ❇️Shadhyam Academy Current Affairs By. Dr Dhaval Savaliya and Akash Patel Sir
Open in Telegram" નમે તે ગમે, પણ નમવું ના ગમે, એ માણસની જાત..... " #copyright ( સાધ્યમ પારસમણિ ) લિ. ડો ધવલ સાવલિયા
Open in Telegram