
Dr.Dhaval Savaliya: DHYEY Co-founder and Director
Gpsc educator & consultant.
Average views per post by day
By publication day
Show as table
| Date | Avg views per post |
|---|---|
| Oct 31, 2026 | 10,700 |
| Nov 2, 2026 | 8,620 |
| Nov 6, 2026 | 9,285 |
| Nov 8, 2026 | 10,500 |
| Nov 12, 2026 | 8,460 |
| Nov 16, 2026 | 6,930 |
| Nov 17, 2026 | 6,390 |
| Nov 21, 2026 | 7,695 |
| Nov 24, 2026 | 4,310 |
| Nov 25, 2026 | 3,290 |
Most viewed this month
- 01Views11.6KForwards—Reactions26Comments—
- 02Views10.7KForwards—Reactions221Comments—
- 03Views10.5KForwards—Reactions25Comments—
- 04Views9.48KForwards—Reactions33Comments—
Latest posts
" દરેકના મન મસ્તિષ્કમાં શેતાન અને દેવ એમ બંને હોય છે. માણસે નક્કી કરવાનું છે કે શેતાનને પોષવું કે દેવત્વને...... " #copyright ( સાધ્યમ પારસમણિ ) લિ. ડો ધવલ સાવલિયા
Open in TelegramForwarded from Akash Patel
નમસ્કાર, મિત્રો CCE ગ્રુપ A ની મુખ્ય પરીક્ષામાં સામાન્ય અભ્યાસનું પેપર પૂરું કરવુ દરેક વિદ્યાર્થીને મુશ્કેલ બની રહ્યું છે. તો હવે આ પ્રશ્નના ઉકેલ માટે શું કરી શકાય? સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય અભ્યાસના વિવિધ વિષયોના વિચારો ઝડપી બહાર આવે અને લખી શકાય તે માટે વારંવાર તેનું રિવિઝન થયેલું હોય અને રિવિઝન માટે ટૂંકમાં નોટ બનાવેલી હોવી જોઈએ. પરંતુ તેટલો સમય જ નથી તો શું કરી શકાય? આટલા ઓછા સમયમાં અમારા મંતવ્ય મુજબ પાંચ અને ત્રણ માર્કસના પ્રશ્નો સૌપ્રથમ લખવા જોઈએ. તે માટે ચોક્કસ સમય નિર્ધારિત કરી લેવો જોઈએ અને તેમાં જરા પણ છૂટછાટ લેવી જોઈએ નહીં. જે પ્રશ્ન સારો આવડે છે તેમાં વધુ સમય અપાઈ ન જાય અને જે નથી આવડતો તે સાવ છૂટી ન જાય એટલે મધ્યમ માર્ગ જ તેનો ઉકેલ છે. પેપરમાં સૌપ્રથમ 5 માર્ક્સના પ્રશ્નો 45 મિનિટમાં, 3 ત્રણ માર્કસના પ્રશ્નો 1hr 40 મિનિટમાં (3.33 મિનિટ માં 1 પ્રશ્ન) અને ત્યારબાદ 2 અને અંતે 1 માર્કના પ્રશ્નો કુલ 35 મિનિટમાં લખવા જોઈએ. 1 અને 2 માર્ક્સના જવાબ ખાસ To the Point જ લખો. જેમાં સમય વધુ લાગી જાય છે અને પાછળથી સમય ખૂટે છે અને વધું માર્કસ પણ મળતા નથી. બીજો પ્રશ્ન કે "જે પ્રશ્ન ન આવડે તેમાં શું કરવું?" જે પ્રશ્ન સાવ નથી આવડતો તેના મહત્વના શબ્દને પકડી તેનું તર્કબધ્ધ અર્થઘટન કરવા પ્રયાસ કરો. વધુમાં તે અભ્યાસક્રમના કયા વિષય અને તે વિષયના કયા સબ ટોપીક માંથી પૂછેલ છે તેનો અંદાજ લગાવો. અને તેને લગતા મહત્વના વિવિધ પાસાઓ આવરી જવાબ લખવા પ્રયત્ન કરો. આવા જવાબમાં ત્રણ થી ચાર જ મુદ્દા લખવા. એટલે અભ્યાસક્રમના દરેક ટોપિક યાદ રાખશો. ત્રીજો પ્રશ્ન કે કઈ રીતે વધુ માર્કસ લાવવા? મિત્રો સારું મૂલ્યાંકન થાય તો ગુણવત્તાની તપાસ થાય જ. જેથી પ્રશ્નને વાંચી તેના અંતે શું પૂછ્યું છે તે ખાસ જુઓ; જેમ કે ચર્ચા કરો, મૂલ્યાંકન કરો, ટિપ્પણી કરો વગેરે. તે શબ્દ નીચે અન્ડરલાઇન કર્યા બાદ જવાબ લખશો જેથી મુખ્ય માંગને સંતોષી શકાય. તદુપરાંત આપના જવાબમાં મહત્વના કી-વર્ડ્સ લખી તેની નીચે અન્ડરલાઇન કરવાનો આગ્રહ રાખો. શરૂઆતની પ્રથમ લાઈન અને સૌથી અંતિમ લાઈન છોડી દેવી જોઈએ. પોઇન્ટ વાઈઝ જવાબ લખો ફકરા પાડીને નહીં. વધુમાં જ્યાં શક્ય લાગે ત્યાં સ્કીમેટિક ડાયાગ્રામ વડે જવાબ લખવો જોઈએ. જેથી ઓછા શબ્દોમાં જરૂર મુજબની જ માહિતી આપી શકીએ. હેડિંગ સબહેડિંગ મેથડમાં સબ હેડિંગ નીચે કંઈ લખવું નહીં. એટલે કે તેની નીચેની અડધી લાઈન છોડ્યા બાદ લખાણ શરૂ કરો જેથી તે તપાસનારને સ્પષ્ટ દેખાય. ટૂંકમાં તમારું લખાણ જોઈને તપાસનારને વાંચવાનું મન થાય તેવું પ્રેઝન્ટેશન કરશો. જનરલાઇઝ કરેલી લાઈનો જવાબમાં લખવાનું ટાળો. ઉદા. શોષણ વિરોધી બંધારણીય અધિકારો નીચે પ્રમાણે છે. તેના બદલે "બંધારણીય અધિકાર" શબ્દ જ લખો. ઓછા શબ્દોમાં પ્રશ્નની જરૂરિયાતને સંતોષવાની પદ્ધતિ અપનાવશો. વધુ શબ્દો લખવા કરતા ગુણવત્તા યુક્ત શબ્દો અને શબ્દ મર્યાદામાં જવાબ લખશો, માર્ક્સ મળશે જ. સાધ્યમ એકેડેમીની ટેસ્ટ સીરીઝના વિદ્યાર્થીઓએ સમય મર્યાદામાં જ લખેલા કેટલાક સારા જવાબો નીચે મુકું છું. જેનો અભ્યાસ કરશો અને તે પ્રમાણે પ્રયત્ન કરશો. આશા રાખું કે આપ સૌને ઉપરોક્ત માર્ગદર્શન મદદરૂપ બને. લી. ડૉ ધવલ સાવલિયા અને આકાશ પટેલ સર.
Open in Telegramદરેક નવનિયુક્ત અધિકારીની નૈતિક જવાબદારી છે કે, તે જે તે એકેડમીને સ્પષ્ટતા કરવા કહેવું જોઈએ કે આપ અમારો ફોટો છાપો છો, તો તેમાં સ્પષ્ટતા કરે કે તમે ત્યાંથી ફાઉન્ડેશન ક્લાસ કર્યા છે? કે આન્સર રાઈટિંગ કર્યું છે? કે પછી માત્ર ઇન્ટરવ્યૂમાં સંવાદ જ કર્યો છે? તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરે. કારણ : (1) વિદ્યાર્થીમિત્રો બનેલ નવનિયુક્ત અધિકારીઓને પોતાનો પ્રેરણા સ્ત્રોત માનતા હોય છે. (2) તમારા અનુભવને તેઓ પોતાની તૈયારીમાં અનુસરતા હોય છે. (3) કદાચ આપે સ્વ રીતે તૈયારી કરી હોય, તો નિસંકોચ રીતે વિદ્યાર્થીને કોચિંગ વગર કેમ તૈયારી કરાય તે પણ જણાવવું જોઈએ. જેથી જે વિદ્યાર્થીમિત્રો કોચિંગ વગર સ્વ રીતે તૈયારી કરવા માંગે છે તેને એક રસ્તો મળે. આપ ઉત્તમ વિદ્યાર્થી હશો, એટલે જ ભગવાને તમને આશીર્વાદ આપી અધિકારી પદ માટે સક્ષમ બનાવ્યા છે. વિદ્યાર્થી સમુદાયને તમારી તૈયારી અને ઉપલબ્ધિ વિશે સ્પષ્ટ અને પારદર્શી માહિતી મળે તે માટે ફોટો નીચે આપે કોચિંગ ક્લાસ માંથી ફાઉન્ડેશન, વર્ણનાત્મક કે ઇન્ટરવ્યૂની તૈયારી કરી હતી તે વિશે માહિતી લખવા કોચિંગ જગતને વિનંતી કરવી જોઈએ... ( સાધ્યમ પારસમણિ ) લિ. ડો ધવલ સાવલિયા
Open in TelegramOctober 2026 CCE Group A Mains 1.0 1. તાજેતરમાં શરૂ કરેલ ભારત ઔદ્યોગિક વિકાસ યોજના - BHAVYA અંગે ટૂંકમાં જણાવો. 2. તાજેતરમાં યોજાયેલ 57 મી જીએસટી કાઉન્સિલના મહત્વના તારણો વર્ણવો. 3. મેક ઇન ઇન્ડિયા પહેલની સફળતાઓ અંગે ટૂંકમાં ચર્ચા કરો. 4. UNSC નાં વીટો પાવરમાં સુધારણાની આવશ્યકતા કેમ જણાય છે? 5. વૈશ્વિક/ભારતમાં જળવાયુ પરિવર્તનની ઘટનાનો વેગ અટકાવવા કયા પગલાં આવશ્યક છે? 6. સુપર અલનીનો એટલે શું? તેની ભારતીય અબોહવા ઉપરની અસરો વર્ણવો. 7. PM E-DRIVE પહેલ અંગે ટૂંકમાં વર્ણવો. 8. કૃષિ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગીતા લખો. 9. તાજેતરમાં ચર્ચામાં રહેલ સેંગોલ (Sengol) શાનું પ્રતીક છે? 10. તાજેતરમાં શાંતિ માટે નોબલ પ્રાઈઝ કોને અને શા માટે એનાયત કરેલ છે? 11. કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ એટલે શું? 12. તાજેતરમાં મળેલ મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયો અને તેની અસરો અંગે ચર્ચા કરો.
Open in Telegram" વાવેતર કરનારને ખબર જ છે,કે પાક કેવો આવવાનો છે. બીજ ખરાબ હશે તો પાક ખરાબ આવશે , બીજ સારું હશે તો પાક સારો આવશે . " એમ કર્મનું વાવેતર ખરાબ હશે,તો ફળ ખરાબ આવશે,કર્મનું વાવેતર સારું હશે, તો ફળ સારું મળશે. કર્મ કરનારને ખબર જ હોય છે કે કર્મનું વાવેતર કેવું કરી રહ્યો છે!!!!!! #copyright ( સાધ્યમ પારસમણિ ) લિ. ડો ધવલ સાવલિયા
Open in TelegramConnections
Similar channels
- JEE MAINS AND ADVANCED STUDY MATERIAL@jee_mains_and_advancedEducation8.29K
Vitthal pungle@mpscvitthalpungleEducation8.32K
Saarthi Agricos Foundation@saarthiagricosEducation8.21K
🎯MPSC COMBINE B🎯@empscpuneEducation8.21K
🇮🇳PSI🚔GURU🇮🇳@psiguruEducation8.2K
NET PAPER 1 UGC NET PAPER 1 NTA NET PAPER 1@nta_net_paper_1Education8.12K
Ace Capf AC/CDS/AFCAT@acecdsEducation8.47K
MPSC DECODED™@mpscdecodedEducation8.48K