આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં, શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં! વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી, સ્મરણોય આવી આવીને પાછાં ફરી ગયાં! હું શું કરું જ્યાં કંઠ જરીય ખૂલતો નથી, ગીતો તો કેટલુંય અરે કરગરી ગયાં! તારા ગયા પછી ન બન્યું કંઈ નવું અહીં, અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં! જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે – 'ફોર્યાં અહીં જે ફૂલ, તે ક્યારે ખરી ગયાં!' વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની, એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં! એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો, શબ્દો અજાણતાં જે તમે કોતરી ગયાં - રાજેન્દ્ગ શુકલ
Open in TelegramPosts of શબ્દ ઉત્સવ
કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની દૈહિક વિદાય! ૐ શાંતિ. 🙏 || કોક ત્રિભેટે થઈશું ભેળા લ્યો હવે ફંટાય છે કેડી || ©️ રાજેન્દ્ર શુક્લ. //પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ સમયના કોઇ પણ થરે હું મળીશ જ ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ હતો હું સુદર્શન સરોવર છલોછલ હવે કુંડ દામોદરે હું મળીશ જ નગારે પડે ઘા પહેલો કે ચોરે સમીસાંજની ઝાલરે હું મળીશ જ બપોરે ઉપરકોટની સુની રાંગે અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ તળેટી સુધી કોઇ વહેલી સવારે જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો સુસવતા પવનના સ્તરે હું મળીશ જ શિખર પર ચટકતી હશે ચાખડી ને ધરીને કમંડળ કરે હું મળીશ જ છતા યાદ આવે તો કેદાર ગાજો તરત આવીને ભીતરે હું મળીશ જ શમે મૌનમાં શબ્દ મારા પછી પણ કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ હશે, કોક જણ તો ઉકેલી ય શકશે શિલાલેખના અક્ષરે હું મળીશ જ મને ગોતવામાં જ ખોવાયો છું આ પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ// (-કવિ રાજેન્દ્ર શુક્લ)
Open in Telegramસૂરજને બાહોમાં લઈ સાંજ જેમ ડૂબી ગઈ, અધૂરી હતી તમન્ના ને આજ જેમ ડૂબી ગઈ. આમ માણસનું જીવન રોજ એક વાર આથમે છે, એની હોંશ કપાયેલી પાંખની પરવાજ જેમ ડૂબી ગઈ. સંબંધોના બજારે કિંમત સૌની નક્કી છે, એક લાગણી અહીં મોહતાજ જેમ ડૂબી ગઈ. હકીમોએ ઘણી કોશિશ કરી દિલને સાંધવા, દરેક દુઆ અધૂરા ઈલાજ જેમ ડૂબી ગઈ. સિંહાસનો પર બેઠા'તા જેઓ ગર્વથી, એમની શાન પણ ઢળતા રાજ જેમ ડૂબી ગઈ. કહેવું હતું ઘણું, પણ હોઠે આવી અટકી ગયું, દિલની વાત મારા અવાજ જેમ ડૂબી ગઈ. - જય ગોહીલ(૨૧-૧૧-૨૦૨૬)
Open in Telegramતારા જુમખા મને કેમ આટલાં ગમી ગયાં હશે, કદાચ આલિંગન વખતે મને ચૂમી ગયાં હશે, બરેલી ની બજાર તો એમ જ છે બદનામ કાનથી કાનની તકરારમાં એ ખરી ગયાં હશે. અને હું ઈચ્છું છું ફરી મળે મને એ બજારમાં ના જાણે કેટ કેટલાયને રસ્તે એ ચૂભી ગયાં હશે, ને ફરી તારા કાને આવી એ રણકી રહ્યા છે એ પણ તારા ગળાડૂબ પ્રેમમાં ડૂબી ગયાં હશે, તે જોયું કાચમાં? સુંદર લાગે એ દેખાતા ફરી ને એ તને એ તારામાં જોઈ ઝૂમી ગયાં હશે. ને ઝાંખાં થઈ રહ્યા છે એ હવે તારી સામે, તારા રૂપની પાછળ એ છૂપી ગયાં હશે. તારા જુમખા મને કેમ આટલાં ગમી ગયાં હશે, કદાચ આલિંગન વખતે મને ચૂમી ગયાં હશે. - જય ગોહિલ
Open in Telegramધનતેરસ, નરક ચતુર્દશી અને દિવાળી... એટલે સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગમાં બનેલી મહત્વ પૂર્ણ ધટનાઓ ને યાદ કરીને થતી ઉજવણી... ગુજરાત મેઈલના દિવાળી અંકમાં મારો આર્ટીકલ
Open in Telegramઆજના Gujarat Mail ન્યુઝ પેપરમાં મારો આર્ટીકલ... હનુમાન પરાક્રમ ગાથા : સુંદરકાંડ રામચરિત માનસનું પંચમ સોપાન એટલે સુંદરકાંડ. સુંદરકાંડ ના ગુજરાતી ભાવાનુવાદ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે જે ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થાય છે. આજે વાંચો આ શ્રૃંખલાનું સત્તરમું ચરણ. જય જય શ્રી રામ જય જય હનુમાન🙏
Open in Telegramशुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् । प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॥ આપ સહુને ગણેશ ચતુર્થી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... વિધ્નહર્તા આપના તમામ વિધ્નો દૂર કરીને આપના જીવનમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ અર્પણ કરે એવી અભ્યર્થના...
Open in Telegramમારી અંદરની આશાઓને વારંવાર કીધું ‘મરતી નહીં’ દુઃખ પર કેટલાય ગુનાહ લાગે છે પણ ‘ડરતી નહીં’ રાત અને સવાર વચ્ચેની વાતો મેં બપોરે સાંભળી હતી, હું આવી જઈશ, રાત તું કોઇનેય લાંબુ ‘નડતી નહીં’ કેટલાંય ધાગા દોરાં કર્યા હતાં એ સ્વ યુદ્ધમાં મેં, અંતે તો શ્રદ્ધાએ અંધશ્રદ્ધાને કીધું પાછી ‘ફરતી નહીં’ ને ભલે લાગી ગયાં હોયને એની યાદોને ધૂળનાં બાવાં, ભૂલે ચૂકે જો જે એને તું સાફ કદીય ‘કરતી નહીં’ જે ચાલ્યું ગયું એને ફરી વાર કયાં બૂમ પાડી બોલાવવું લાગણીનું એ ખાલી થયેલું હૈયું પાછું ભરતી નહીં મારી અંદરની આશાઓને વારંવાર કીધું ‘મરતી નહીં’ દુઃખ પર કેટલાય ગુનાહ લાગે છે પણ ‘ડરતી નહીં’
Open in Telegramગમે ત્યારે ગમે તે કરી લઉં, ભઈ માણસ છું, વ્હાલ કરું ને ઠગી ય લઉં, ભઈ માણસ છું! જરા જેટલી તકલીફમાં આક્રંદ મચાવી દઉં, અકારણ હસી પણ લઉં, ભઈ માણસ છું! બહુ બધા ગુનાઓ આસાની થી કરતો રહું, પછી મંદિરો ચણાવી દઉં, ભઈ માણસ છું! જરાક જેટલા પ્રસાદથી લાખો માંગી લઉં, ઈશ્વરનેય ઉંઠા ભણાવી દઉં, ભઈ માણસ છું! પસ્તાવો આવા વર્તનનો કયારેય નહીં કરું! જન્મજાત જ હરામી છઉં, ભઈ માણસ છું!
Open in Telegramજેમ ગુલાબજાંબુ ફિક્કા લાગે ચાસણી વગર, એમ જિંદગી ફિક્કી મિત્રતા ની લાગણી વગર! કહેવાયુ છે, માંગ્યા વગર તો મા પણ ન પીરસે, ન્યોછોવર કરી દે મિત્ર બધું જ, માગણી વગર! ન હોય મિત્ર પાસે તો, જીવન નો વૈભવ ઝાંખો, જેમ બાદશાહ નગરે નીકળ્યા હાથણી વગર! તકલીફ, સમસ્યાના સમયે મિત્ર હોય જો પાસ, કંઈ કેટલાય કોયડા ઉકેલાય, માંડણી વગર! ન હોય જો સહ્રદયી મિત્ર તો જીંદગી લાગે, જાણે કે રેગીસ્તાન ની સફર સાંઢણી વગર! છું બહુ ખુશ કિશ્મત કે હરામી મિત્રો મળ્યા, જોને થઈ ગઈ દુઆ કબુલ, માંગણી વગર! - નીતિન ભટ્ટ
Open in Telegramકંઈ કેટલાય કુટુંબનો વિંખાયો છે માળો, તુટ્યો જયારે 'ત્રેવીસમાંથી એક ગાળો!' પુલ નહીં પણ જનતાનો વિશ્વાસ તૂટયો છે ગાંધી વૈદ્યની સઠગાંઠનો મળી ગયો તાળો! એક તપાસ હવે એવી પણ કરાવો 'સાહેબ' 'કોણ ઉઘરાવે છે કોન્ટ્રાક્ટર પાસેથી ફાળો!' કસુરવારને ઝડપી લઈ તુરંત જેલમાં નાંખો ભલે હોય પછી એ 'સધરા જેસંગનો સાળો!' વિશ્વાસને છેહ દેનારા 'હરામી'ને ઝટ દંડો, કયાંક તૂટી ન જાય અભેદ્ય કિલ્લાની પાળો!
Open in Telegram