આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં, શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં! વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી, સ્મરણોય આવી આવીને પાછાં ફરી ગયાં! હું શું કરું જ્યાં કંઠ જરીય ખૂલતો નથી, ગીતો તો કેટલુંય અરે કરગરી ગયાં! તારા ગયા પછી ન બન્યું કંઈ નવું અહીં, અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં! જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે – 'ફોર્યાં અહીં જે ફૂલ, તે ક્યારે ખરી ગયાં!' વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની, એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં! એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો, શબ્દો અજાણતાં જે તમે કોતરી ગયાં - રાજેન્દ્ગ શુકલ
Открыть в Telegram
શબ્દ ઉત્સવ
ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup For Paid Promotion in this both channel please DM me...
Средние просмотры поста по дням
По дню публикации
Показать таблицей
| Дата | Просмотров на пост |
|---|---|
| 21 нояб. 2026 г. | 428 |
| 22 нояб. 2026 г. | 292 |
Самые просматриваемые за месяц
- 01Просмотры437Пересылки—Реакции—Комментарии—
- 02Просмотры418Пересылки—Реакции—Комментарии—
- 03Просмотры293Пересылки—Реакции—Комментарии—
- 04Просмотры290Пересылки—Реакции—Комментарии—
Новые посты
કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની દૈહિક વિદાય! ૐ શાંતિ. 🙏 || કોક ત્રિભેટે થઈશું ભેળા લ્યો હવે ફંટાય છે કેડી || ©️ રાજેન્દ્ર શુક્લ. //પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ સમયના કોઇ પણ થરે હું મળીશ જ ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ હતો હું સુદર્શન સરોવર છલોછલ હવે કુંડ દામોદરે હું મળીશ જ નગારે પડે ઘા પહેલો કે ચોરે સમીસાંજની ઝાલરે હું મળીશ જ બપોરે ઉપરકોટની સુની રાંગે અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ તળેટી સુધી કોઇ વહેલી સવારે જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો સુસવતા પવનના સ્તરે હું મળીશ જ શિખર પર ચટકતી હશે ચાખડી ને ધરીને કમંડળ કરે હું મળીશ જ છતા યાદ આવે તો કેદાર ગાજો તરત આવીને ભીતરે હું મળીશ જ શમે મૌનમાં શબ્દ મારા પછી પણ કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ હશે, કોક જણ તો ઉકેલી ય શકશે શિલાલેખના અક્ષરે હું મળીશ જ મને ગોતવામાં જ ખોવાયો છું આ પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ// (-કવિ રાજેન્દ્ર શુક્લ)
Открыть в Telegramસૂરજને બાહોમાં લઈ સાંજ જેમ ડૂબી ગઈ, અધૂરી હતી તમન્ના ને આજ જેમ ડૂબી ગઈ. આમ માણસનું જીવન રોજ એક વાર આથમે છે, એની હોંશ કપાયેલી પાંખની પરવાજ જેમ ડૂબી ગઈ. સંબંધોના બજારે કિંમત સૌની નક્કી છે, એક લાગણી અહીં મોહતાજ જેમ ડૂબી ગઈ. હકીમોએ ઘણી કોશિશ કરી દિલને સાંધવા, દરેક દુઆ અધૂરા ઈલાજ જેમ ડૂબી ગઈ. સિંહાસનો પર બેઠા'તા જેઓ ગર્વથી, એમની શાન પણ ઢળતા રાજ જેમ ડૂબી ગઈ. કહેવું હતું ઘણું, પણ હોઠે આવી અટકી ગયું, દિલની વાત મારા અવાજ જેમ ડૂબી ગઈ. - જય ગોહીલ(૨૧-૧૧-૨૦૨૬)
Открыть в Telegramતારા જુમખા મને કેમ આટલાં ગમી ગયાં હશે, કદાચ આલિંગન વખતે મને ચૂમી ગયાં હશે, બરેલી ની બજાર તો એમ જ છે બદનામ કાનથી કાનની તકરારમાં એ ખરી ગયાં હશે. અને હું ઈચ્છું છું ફરી મળે મને એ બજારમાં ના જાણે કેટ કેટલાયને રસ્તે એ ચૂભી ગયાં હશે, ને ફરી તારા કાને આવી એ રણકી રહ્યા છે એ પણ તારા ગળાડૂબ પ્રેમમાં ડૂબી ગયાં હશે, તે જોયું કાચમાં? સુંદર લાગે એ દેખાતા ફરી ને એ તને એ તારામાં જોઈ ઝૂમી ગયાં હશે. ને ઝાંખાં થઈ રહ્યા છે એ હવે તારી સામે, તારા રૂપની પાછળ એ છૂપી ગયાં હશે. તારા જુમખા મને કેમ આટલાં ગમી ગયાં હશે, કદાચ આલિંગન વખતે મને ચૂમી ગયાં હશે. - જય ગોહિલ
Открыть в TelegramСвязи
Похожие каналы
Hindi/Urdu Poems@hindipoemsИскусство5,7 тыс.
hypodermicflies@insectmetamorphosisИскусство2,66 тыс.
мышиная возня@graffiti_bomberИскусство2,66 тыс.
РАЙКИНЦЫ@raikincy27Искусство2,65 тыс.
USERGORE@usrgrИскусство2,66 тыс.
SumerkiBogov@videosumerkibogovИскусство2,66 тыс.
Музей музыки@musicmuseum_ruИскусство2,65 тыс.
Владимир Киреев@vladimir_n_kireevИскусство2,65 тыс.